માધ્યમ ગુજરાતી- ઉત્તમ અંગ્રેજી

30 Sept 2017

સંસ્કાર વિદ્યાસંકુલ નવરાત્રી મહોત્સવ – ૨૦૧૭


સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યાસંકુલ-બલેશ્વરમાં નવરાત્રી મહોત્સવ નિમિત્તે તા.૨૭/૦૯/૨૦૧૭ થી તા. ૨૯/૦૯/૨૦૧૭ સુધી ત્રણ દિવસનો નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પલસાણા તાલુકાના પી.આઈ. શ્રી બી.ડી.ગોહિલ સાહેબ, તેમજ શાળાના ટ્રસ્ટીશ્રી જીવરાજભાઈ ભાદરકા સાહેબ પધાર્યા હતા. પધારેલ મહેમાનશ્રી ઓનું સ્વાગત પુસ્તક આપી કરવામાં આવ્યું હતું. મહેમાનશ્રીઓના હસ્તે મા જગદંબાની આરતી કરાઈ હતી ત્યારબાદ સર્વે મન મુકીને ગરબે ઘુમ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ગરબા હરીફાઈ તથા આરતી ડેકોરેશન સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓના હસ્તે ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસ્કાર વિદ્યાસંકુલ પરિવારના તમામ સ્ટાફમિત્રો તેમજ વિદ્યાર્થીઓએ ડી.જે. ના સથવારે નવરાત્રી મહોત્સવની મજા માણી હતી.