સંસ્કાર વિદ્યાસંકુલ-બલેશ્વર ખાતે તા.૧/૧૨/૨૦૧૭ને
શનિવારના રોજ સવારે યોગાચાર્ય શ્રી સ્વામી
બાબા-રામદેવના શિષ્ય એવા જયપાલ યોગી સ્વામી દ્વારા સંસ્કાર વિદ્યાસંકુલના
વિદ્યાર્થીઓને મનુષ્ય જીવનના બાળપણ,યુવાની તથા વ્રદ્ધા સમયે યોગનું મહત્વ તથા વિવિધ
યોગ કરવાના ફાયદા દર્શાવતો એક સુંદર મજાનો શિબિર યોજાયો જેમાં શાળાના બાળકો તેમજ
શિક્ષકોને વિવિધ પ્રકારના યોગાસન કરાવી દરેક આસનથી થતા ફાયદાની સમજ આપી હતી જેનો
દરેક વિદ્યાર્થીએ તેમજ શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ સંપૂર્ણ લાભ લીધો હતો.