સંસ્કાર વિદ્યાસંકુલ-બલેશ્વર ખાતે ધો-૧૦ તથા ધો-૧૨ના
વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ મનુષ્યમાં રહેલ આંતરમનની શક્તિનો
ઉપયોગ કરીને જીવનમાંથી નકારાત્મકતા દુર કરી, મેડીટેશન દ્વારા જાગૃત તથા અર્ધ જાગૃત
મન પર પોતાનો કાબુ રાખી,કેવી રીતે યાદ શક્તિ વધારી શકાય તેવો સુંદર મજાનો
કાર્યક્રમ હરિઓમ રીસર્ચ ટ્રેનીંગ & હિલીંગ ચેરીટેબલ ફાઉન્ડેશન-નવસારીના
શ્રીમાન દિલીપભાઈ પારેખ દ્વારા યોજવામાં આવ્યો. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ અને
શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ મેડીટેશનનો લાભ ઉઠાવ્યો હતો.